My Internship Experience

મારી ઇન્ટર્ન શીપના અનુભવો અને પ્રશ્નો
નમસ્કાર, મારા અભ્યાસ ક્રમ અંતર ગત હું, ઘણા રાસાયણિક ખેતી,ઓર્ગેનિક ખેતી,અર્ધ પ્રાકૃતિક ખેતી તેમજ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીના થોડા ફોર્મ માં ફરવાનું થયું હતું. આ ફોર્મ પર જોઈએ તો રાસાયણિક ખેડૂતો એક જ મુખ્ય પ્રશ્નો હોય છે. અમને પૂરતા ભાવ નથી મળતો તો ત્યારેજ ઓર્ગેનિક ખેતી કરતો ખેડૂતનો મુખ્ય પ્રશ્ન હોય છે. ખર્ચનું પ્રમાણ રસાયણિક ખેતી કરતા પણ વધુ આવે છે અને ત્યારે જ પ્રાકૃતિક અથવા અર્ધ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો મુખ્ય પ્રશ્નો હોય છે ઉત્પાદન તેમજ વેચાણના પ્રશ્નો સર્જાય છે ચાલો થોડું ઊંડાણ પૂર્વક જાણીએ.
         રાસાયણિક ખેતી કરતા ના ખેડૂતોના પ્રશ્નો અને છે જેમાં શરૂઆતમાં જણાવવાનું પ્રમાણ તેનો મુખ્ય પ્રશ્ન હોય છે ભાવ મળતા નથી. તેનું એક કારણ હોય શકે,કે અત્યાર ના આધુનિક યુગના ખેડૂતોને એમ છે કે એગ્રોવાળા જે કે તે સારું અથવા બાજુવાળા ખેતરની સરખામણી પોતાના ખેતર સાથે કરતા હોય છે. બાજુવાળા 1 થેલી યુરિયા કે ડીએપી નાખતો આપણે તેનાથી વધુ નાખીએ. આપણ એક કારણ ખર્ચ પર અસર કરે અને આપણા ગામના લોકો કયા પાક નું વાવેતર કરે છે. તે કયા બીજનું વાવેતર કરે છે. તેજ વાવવું અથવા તેનાથી ઉચ્ચા ભાવનું બીજ નું વાવેતર કરતા હોય છે. જેનાથી ભાવનગરમાં જો કપાસનું વાવેતર થાય તો મોટાભાગના ખેડૂતો એકસાથે કપાસ જ ઉગાડે છે. જેનાથી અર્થશાસ્ત્રના નિયમ અનુસાર પુરવઠો ભરપૂર છે. પરંતુ માંગ નથી જેના કારણે ખેડૂતોને ભાવ મળી શકતા નથી અને અમુક ખેડૂતો પોતાની ક્ષમતા કરતા વધુ ખર્ચ કરતા હોય છે. જેના કારણે આવા પ્રશ્નોનો સર્જાતા હોય છે અને સવારે હિસાબ કરે તો નહીં જેવી રકમ હાથમાં આવતી હોય છે.
            ત્યારબાદ ઓર્ગેનિક ખેડૂતો ના પ્રશ્નો ની વાત કરીએ તો ખેડૂતો કહે છે. તેમાં ખર્ચનું પ્રમાણ ખૂબ વધુ છે. એનું કારણ છે કે શરૂઆતના વર્ષમાં તેમાં આવતા રોગ જીવાત ને નિયંત્રણ કરવા હાઈપાવર ની દવાઓ આવતી નથી. અને બધી જ વસ્તુ બજારના ભાવના આધારે મોટાભાગના ખેડૂતો ખરીદતા હોય છે. તેનાથી બજારમાં મળતા તૈયાર ખાતર, બિયારણ અને જંતુનાશકોના ભાવ વધુ હોય છે. આથી ઘણા ખેડૂતો કહે છે. પૈસાવાળા આ ખેતી કરે પરંતુ એવું નથી હોતું પાંચ વર્ષ સુધી આ ખર્ચ લાગે છે અને પછી આપો ઓછો થવા લાગે છે.
             તો ચાલો હવે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની વાત કરીએ. પ્રાકૃતિક કૃષિમાં પણ ઓર્ગેનિક ખેતી જેવા પ્રશ્નો આવે છે પરંતુ તે બહારના તૈયાર બાયો ફર્ટીલાઇઝર જલ્દીથી વાપરતા નથી. તે પોતાના પાકમાં આવતી રોગ અને જીવાતનો નિરાકરણ પોતે જ ઔષધીઓ જેમકે, લીમડો,ધતુરો,આંબો વગેરે જેવા વૃક્ષોના પાનથી પોતાની દવાઓ (જંતુનાશકો) બનાવતા હોય છે. અને આ ખેતી પદ્ધતિ કરવા કરતા હોવાથી તેમના ઘરે દેશી ગાય હોય છે. આ દેશી ગાયથી તેમને બીજા ઘણા ફાયદા થાય છે. જેમકે, ખેતરમાં વપરાશ માટે ગોબર ગૌમૂત્ર તેમજ જમીનનું સ્વાસ્થ્ય સુધારવા માટેનું કામ કરે છે અને તેના દૂધમાંથી બનતા પંચગવ્ય દહીં,દૂધ,છાશ, માખણ,ધી તે માનવ સ્વાસ્થ્યને સુધારવા નું કામ સુધારવાનું અને પોષણ આપવાનું કામ કરે છે. અને સાથે સાથે સાયન્ટિસ્ટ નું કેવું છે કે ગાયની આસપાસ ઓરા હોય છે. તે સાચું પણ છે. અને મેં અનુભવેલું પણ છે તે જ ગાયની બાજુમાં જવાથી પોઝિટિવિટી પણ મળે છે. અને મેં સાંભળ્યું છે કે ગાયની આસપાસ રહેવાથી મોટાભાગના રોગ થતા નથી. અને તેના પંચગવ્ય તેમજ ગૌમૂત્ર અથવા ગૌમુત્ર અર્ક પીવાથી ઘણા ફાયદા થાય છે. આમ ગાયથી થતા ફાયદા અને તેનો બળદ જે પણ ખેતી કામમાં મદદ કરે છે.
હવે હું તમને મારી ઇન્ટરનશીપની થોડી વાત કરું તો:-
1. હિતેશભાઈ હરિભાઈ દોમદિયા
ગામનું નામ:-વડાલ, જીલ્લો-તાલુકો:- જુનાગઢ
હિતેશભાઈ એ પહેલાં રાસાયણિક ખેતી કરતા પરંતુ તેમને પ્રાકૃતિક ખેતી ની માહિતી મળતા તેઓ આ ખેતી પદ્ધતિને સમજીને તેના ફાર્મ પર અપનાવી છે. તે જ્યારે રાસાયણિક દેખાડતા ત્યારે તેમના ખેતર પુષ્કળ પ્રમાણમાં ખાતર તેમજ જંતુનાશકો નો છટકાવ કરતા હતા. અને ખૂબ જ વધુ ટામેટા તેમજ અન્ય પાકનું ઉત્પાદન લેતા હતા. અને હાલમાં તેમણે દસ વીઘામાં કેળાનું ફોર્મ બોર્ડર બનાવ્યું છે જે પ્રાકૃતિક કૃષિના માધ્યમથી બનાવેલું છે. તેમણે શરૂઆતના બે વર્ષમાં ખૂબ જ સોકરીઓ આવી હતી. પરંતુ અત્યારે પોતાના ખેતરમાં જીવામૃત કે ઘન જીવામૃત સિવાયના બીજા કોઈ ખાતર કે જંતુનાશ વગરનો ઉપયોગ કરતા નથી એ ખૂબ જ ખુશ છે અને તેનું ઘર પણ સારી રીતે ચાલે છે. સાથે હિતેશભાઈ પાસે આ બધું વેચવા માટે જૂનાગઢમાં પોતાનો અમૃતા હરમોલ નામથી પણ મોલ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે.
2. શક્તિસિંહ વનરાજસિંહ જાડેજા
ગામ:- ઘનશ્યામગઢ ખોખરી, તાલુકો:- પડધરી,જિલ્લો:- રાજકોટ
શક્તિસિંહ નું જીવન જોવા જઈએ તો પહેલા તે રાજકોટમાં શિક્ષક હતા. અને ત્યાં મોજ શોખથી રહેતા હતા. પરંતુ તેમને અમુક એવા અનુભવો અને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી મળતાં તેમને હમણાં લોકડાઉન પહેલા-પહેલા આ કૃષિ પદ્ધતિ અપનાવી છે. તેમના તેમણે અત્યારે પોતાનું માર્કેટ પણ ઊભું કરી લીધું છે. જેમાં તે પોતાના ફાર્મ લક્ષ ગો ફોર્મ પર કોઈ પણ વસ્તુનું વાવેતર કરે તે અત્યારે એક મેસેજ અથવા વોટસએપ ના સ્ટેટસ થી વસ્તુનું વેચાણ થઈ જાય છે. અને તેમને આ ખેતીમાં ખૂબ જ સફળતા મળી છે.
3. અમિતભાઈ રમેશભાઈ પટેલ
ગામ:- પસોદરા, તાલુકો:- કામરેજ, જિલ્લો:- સુરત
અત્યારે સંપૂર્ણ અને તેની બધી જમીનમાં સ્પીક એક કૃષિ કરે છે અને સુરત જિલ્લાના પ્રચારક પણ છે. અમિતભાઈ ને પોતાના મોટાભાગના ઘરથી નીકળી જાય છે. અમિતભાઈ પોતાનું શેરડીનું ફોર્મ મોડેલ બનાવે છે. અને બીજા પાસે જેને પ્રાકૃતિક કૃષિ દ્વારા પોતાનું ફોર્મ ડેવલપ કરવાની ઈચ્છા હોય તેમને મદદ તેમજ સહાય કરે છે. આમના પાકનું મોટાભાગનું માર્કેટ પોતાના ઘરેથી જ થઈ જાય છે. અને તે સુરતના સફળ પ્રાકૃતિક કરતા ખેડૂતો માના એક છે.
4. ધર્મેશભાઈ કનુભાઈ પટેલ
ગામ:- વાકાનેર, તાલુકો:- સાવલી, જિલ્લો:- વડોદરા
જે અત્યારે પોતાની સંપૂર્ણ જમીનમાં પ્રાકૃતિક કૃષિ કરે છે. અને તેમના ફાર્મ અત્યારે ખુબજ સારી રીતે છે. તેમના એક ફરમપર તેમણે મને અને મારા મિત્રોને બતાવવા માટે અડધા પગ સુધી સવારે પાણી ભરી દીધું હતું. અને સાંજે અમે ગયા ત્યારે ત્યાં ચલાય તેવું થાય ગયું હતું. આ પર થી અમને પ્રાકૃતિક કૃષિ કે પ્રાકૃતિક કૃષિ નું વધુ મહત્વ લાગ્યું.
નોંધ:- 1. જયાં જયાં પ્રાકૃતિક શબ્દનો પ્રયોગ થયો છે. ત્યાં SPK (સુભાષ પાલેકર કૃષિ) સમજવું.
લિ.
લક્ષ પરેશભાઈ પાલડિયા
S.Y. B.VOC Organic farming